25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢ જિલ્લાના વીરડી ગામે પ્રેમીને પામવા પત્ની અને તેના પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ…


જૂનાગઢ જિલ્લાના માળિયાના વીરડી ગામે પુલ નીચેથી ચાર દિવસ અગાઉ  યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી મૃતદેહની તાપસ કરી હતી. તેમજ પાસ કરતા મૃતદેહ ગામના ભાવેશ પરમાર નામના યુવકનો હોવાનું ખુલ્યું હતું. મૃતદેહને પ્રથમ દૃષ્ટિએ જોતાં પોલીસને આ બનાવ અકસ્માતનો લાગ્યો હતો, કારણ કે બાઇક પુલ નીચે ખાબક્યું હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે પીએમ. રિપોર્ટમાં આ અકસ્માત નહીં, પણ હત્યાનો બનાવ હોવાનું ફલિત થતા પોલીસે મૃતકની પત્નીના મોબાઇલમાંથી મળેલા ફોટોના આધારે તમામ પાસાં ઉકેલી નાખ્યા હતા, ભાવેશની પત્ની સુધાએ પ્રેમી સાથે મળી પ્રેમીને પામવા ભાવેશનો કાંટો કાઢવા મૃતદેહ સાથે બાઇકને પુલ પરથી નીચે નાખી ભાવેશના માથામાં કુહાડીના હાથાના ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ હત્યા કર્યા બાદ પકડાઇ જવાનો ડર લાગતા હત્યાને અકસ્માતમાં ખપાવવા બંનેએ ભાવેશની લાશને બાઇક આગળ મૂકી પુલ પરથી ભરતની લાશ સાથે બાઇક પુલથી નીચે ધકેલ્યું હતું,પોલીસે મૃતકની પત્નીની આકરી પૂછપરછ કરતા પત્ની સુધા ભાંગી પડી ગુનો કબુકતા પોલિસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હોવાનું જૂનાગઢ એસપીએ પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -