જુનાગઢના માંગનાથ વિસ્તારમાં આવેલ ઘર સંસાર નામની ત્રણ માળની દુકાનમા અકસ્માતે આગ લાગતા જુનાગઢ પોલીસ તાકીદે ઘટના સ્થળ ઉપર પહોંચી અન્ય કોઇ દુર્ઘટના ન સર્જાઈ તે તકેદારીના ભાગ રૂપે દુકાનની આસપાસની દુકાનો, રહેણાંક મકાનોમાંથી માણસોને તાત્કાલીક સુરક્ષીત બહાર કાઢયા હતા, તેમજ આગ લાગેલ દુકાન પાસે એકઠા થયેલ લોકોના ટોળાને દુર સુરક્ષીત સ્થળે ખસેડી ઇમરજન્સી ફાયર ફાયટરના વાહનને સ્થળ સુધી પહોંચાડી સત્વરે બચાવ કામગીરી ચાલુ કરાવેલ તેમજ પોલીસ અને ફાયર સ્ટાફ વચ્ચે સંકલનમાં રહી અકસ્માતે લાગેલ આગ ઉપર સત્વરે કાબુ મેળવવામાં આવેલ હતો.
વિનોદ મકવાણા, જૂનાગઢ