જૂનાગઢના ઝાંસીની રાણી પ્રતિમા પાસે વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા ઇસ્લામિક જેહાદ આંતકવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું , હરિયાણાના નૂહ, મેવાતમાં હિંદુ આસ્થાનું પ્રાચીન પાંડવ-યુગના શિવ મંદિરની ધાર્મિક યાત્રા દરમિયાન ઇસ્લામિક જેહાદીઓએ તીર્થયાત્રીઓ પર ટેકરીઓ પરથી ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ગોળીઓ વરસાવી હતી. જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગ લગાડવામાં આવી હતી.બે પોલીસ હોમગાર્ડના મૃત્યુ થયા છે અને યાત્રાળુઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા જેના વિરોધમા જુનાગઢ વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો દ્વારા ઝાંસીની રાણી ના પૂતળા પાસે ઈસ્લામિક જેહાદ, આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જુનાગઢના તમામ રાષ્ટ્રવાદી ભાઈઓ,બહેનો અને તમામ હિન્દુ સંગઠનો ઇસ્લામિક જેહાદ આંતકવાદના વિરોધમાં જોડાયા હતા
વિનોદ મકવાણા, જૂનાગઢ