જૂનાગઢમાં ઉદ્યોગકારોને રોકાણ માટે પૂરતું વાતાવરણ મળી રહે તે હેતુથી તેમજ રાજ્યની યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2024ની સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટનો કાર્યક્રમ લિયો રિસોર્ટમાં યોજાયો હતો. તેમજ કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના દિશા દર્શનમાં ગુજરાતમાં વિકાસનો પાયો નખાયો છે. અને તેના મૂળમાં તેઓએ ૨૦ વર્ષ પહેલાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ અને શાંતિ અને સલામતી નું આયોજન છે.. ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં વિવિધ સુવિધા મળી રહે અને નવી ઇન્ડસ્ટ્રીઝ અને વિકાસને લીધે યુવાઓને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. તેમજ જુનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જરૂરી માળખાગત સવલતો પણ વધારવામાં આવશે અને રાજ્ય સરકારની વિકાસની નીતિના ભાગરૂપે સૌને સાથે રાખીને ચેમ્બર કોમર્સ તેમજ ઉદ્યોગકારોના મંડળો વિગેરે સાથે સંકલન કરીને વધુને વધુ વિકાસ થાય તે માટે આયોજન છે.
આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જિલ્લાઓમાં રોકાણ અને તકો સાથે રાજ્યકક્ષાની સમિટ ની જાગૃતિ સહિતના હેતુએ આજે સફળતાપૂર્વક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે અંગે હર્ષ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં 1200 કરોડના એમ.ઓ.યુ થયા છે.,જિલ્લામાં કૃષિ અને બાગાયત આધારિત વિવિધ ખેત પેદાશો આધારિત ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તક વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ માળખાગત વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.