છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના ભીંત ચિત્રોનો વિવાદ હજુ યોગ્ય રીતે શમ્યો નથી તેવામાં ફરી વખત વડતાલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મ સ્વરૂપે ચારેક દિવસ પહેલા નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરી ગેબીનાથ વિશે અયોગ્ય અને અભદ્ર ભાષા વાપરતા નાથ સંપ્રદાયમાં સાધુ સંતો, મહંતો અને સેવકગણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ,ભવનાથ ગુરુ ગોરક્ષ નાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ દ્વારા ભવનાથ પોલીસ મથકમાં આ મુદ્દે અરજી આપ્યા બાદ જિલ્લા કલેકટરને શેરનાથજી બાપુના માર્ગદર્શનમાં સાધુ સંતો અને સેવક સમુદાયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી સ્વામી બ્રહ્મસ્વરૂપના વાણી વિલાસને વખોડી કાઢી ઉગ્ર રજુઆત કરી ન્યાય અપાવવા માંગ ઉઠાવી છે , ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુએ જણાવ્યું કે નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરી તેમજ રામભક્ત હનુમાનજીને નીચા દેખાડવાના કાવતરા સામે કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા ? શુ બ્રહ્મસ્વરૂપ સ્વામીને બોલતો બંધ કરવા વાળું કોઈ છે જ નહીં તેવા આકરા સવાલો થકી શેરનાથજી બાપુએ રોષ વ્યકત કર્યો હતો
વિનોદ મકવાણા, જૂનાગઢ