જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં સર્જાયેલ મેઘ તાંડવથી લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડ્યું. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના ઉચ્ચ હોદેદારોની જૂનાગઢની પ્રજાના હેતુલક્ષી પ્રશ્નોને ગુજરાત સરકાર સુધી પહોંચાડવા એક મિટિંગનું સર્કિટ હાઉસ ખાતે આયોજન કરાયું હતું. જેમાં હાલ જૂનાગઢમાં થયેલ આડેધડ થયેલા બાંધકામો , અણઆવડત ને લીધે તળાવના કામો તેમજ અન્ય કામોના લીધે પ્રજાને ચોમાસાના શરૂઆત થી જ ખૂબ મોટી આફતોનો સામનો કરવો પડ્યો .તેમજ વિકાસના કામોની આંધળી દોટને લીધે અનેક મુશ્કેલીઓમાંથી જૂનાગઢની જનતાને પસાર થવું પડ્યું તેવા અનેક પ્રશ્નો રાજ્ય સરકારને રજુઆત કરવા મિટિંગ યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો તેમજ અગ્રણી હોદેદારો જોડાયા હતા
વિનોદ મકવાણા,જૂનાગઢ