જૂનાગઢમાં કેશોદમાં ફરી વરસાદનું આગમન થયું હતું. જેથી કેશોદમાં સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ પડતાં વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા. આ સાથે ભારે વરસાદ થી ચેકડેમ અને તળાવો પણ છલકાયા હતા. આ સાથે મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડતાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રીપોર્ટર – દિનેશ મહિડા કેશોદ જુનાગઢ