જૂનાગઢની એક સગીરાને ભગાડી જવાના પ્રકરણમાં પોલીસે આરોપી સલમાન ઉર્ફે અજય પંડયા અને સગીરા બન્નેને અમરેલીથી ઝડપી લીધા છે, પોલીસે સગીરાને જૂનાગઢની શીશુમંગલ સંસ્થામાં મોકલી આપી હતી. જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવડા કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીરતા એટલે વધી ગઈ હતી કે સગીરાના પિતાને રાજકોટમાં યુવતીના મૃતદેહના ટુકડા મળ્યા એ ઘટનામાં મરનાર તરીકે પોતાની પુત્રી જ હોવાની શંકા હતી. પણ જૂનાગઢ એલસીબીએ આ મામલે સલમાનના ફોનની ડીટેઇલ અને અન્ય સોર્સ મારફત તપાસ તેજ કરી હતી જેમાં સગીરા અને સલમાન બન્ને અમરેલી હોવાનું જણાતા ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી,
વિનોદ મકવાણા, જૂનાગઢ