જૂનાગઢમાં એક સગીરાનું દોઢ માસ પહેલા અપહરણ થયાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી સગીરાની કોઈ ભાળ મળી નથી.. તાજેતરમાં રાજકોટના લાલ પરી તળાવમાંથી એક યુવતીની કટકા કરાયેલી કોહવાયેલી હાલતમાં લાશ મળેલ હોય ત્યારે સગીર વયની દીકરીનું અપહરણ થનાર પિતાનું કહેવું છે કે તે લાશ મારી દીકરીની જ છે તેવી શંકા વ્યક્ત કરી પિતાએ DNA ટેસ્ટની પણ માંગ કરી છે.,દીકરીના અપહરણ બાદ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હોવા છતાં સલમાન બાનવા નામનો યુવક અને સગીરાનો કોઈ પતો મળ્યો નથી આ દીકરીને મારી નાખવાની શંકા તેમનાં પિતાએ વ્યક્ત કરી છે.. પોલીસે દોઢ મહિના બાદ યુવક અને યુવતીની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે અને તપાસ LCB પોલીસને સોપવામાં આવી છે,
વિનોદ મકવાણા, જૂનાગઢ