જૂનાગઢ એક ઐતિહાસિક ધરોહરોનો વિસ્તાર સાધુ સંતો, મહંતો, જતીઓ, સતીઓ અને આધ્યાત્મિક નગરી તરીકે જાણીતા જૂનાગઢની બે ઐતિહાસિક ધરોહરો કે એક ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો અને મકબરાનું રીનોવેશન કામગિરી હાલ પૂર્ણતાના આરે ઉભી છે પરંતુ હજુ સુધી આ બને સ્થળો ખુલ્લા નથી મુકાયા , રાજ્ય સરકાર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉપરકોટના કિલ્લાનું રૂપિયા 70 કરોડ અને મકબરાનું 8 કરોડના ખર્ચે રીનોવેશન કરાયું પણ હજુ સુધી ઉદ્ઘાટન કયા કારણે નથી કરાતું જે સવાલ શહેરીજનોમાં ઉઠી રહ્યો છે, જૂનાગઢ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના જણાવ્યા મુજબ આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળી આ બંને ઐતિહાસિક ધરોહરોની ઉદ્ઘાટન તારીખ નક્કી કરવામાં આવશે
વિનોદ મકવાણા, જૂનાગઢ