હાલ ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે , 10 થી 12 હજારની વસ્તી ધરાવતા જૂનાગઢના વોર્ડ નંબર 6 ના શાંતેશ્વર અને ઓઘડ નગર વિસ્તારમાં પીવાના પાણીની બુમરાણ મચી છે, સરકારની નલ સે જલ યોજનાના દાવો પોકળ સાબિત થયા છે, નલ સે જલ યોજનાની લાઈનો તો આવી પણ પાણી નથી આવતું, અહીં ડંકી છે પણ ડંકીમાં નથી આવતું પાણી, આ વિસ્તારની મહિલાઓને પાણીના બેડા લઈ પાણી ભરવા જવું પડે છે તેમજ પાણીના ટાંકા વેચાતા લેવાનો વખત આવ્યો છે, જ્યારે આ વિસ્તારના કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું કે આ મુદ્દે મનપા કમિશ્નરને અવાર નવાર રજુઆત કરી હોવા છતાં આ વિસ્તારની સમસ્યાનો કોઈ હલ થયો નથી, ઉનાળાના ધોમધખતા તાપમાં મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે ત્યારે આ વિકટ સમસ્યાનો તંત્ર તાકીદે હલ કરે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે,
વિનોદ મકવાણા, જૂનાગઢ