જૂનાગઢના મધુરમ વિસ્તારના સુદામા પાર્ક સોસાયટીની અહીં રોડ નહિ પણ માત્ર ખાડાઓ જ નજરે ચડે છે, તો ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓ અને ખાસ કરીને સ્કૂલે જતા આવતા નાના નાના ભૂલકાઓને લઈ જતા સ્કૂલ વાહનો ભારે હાલાકી વેઠી રહ્યાં છે, તો ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણી અને કાદવ કીચડ વાહનોથી ઉડી વેપારીઓની દુકાનોમાં જતો હોવાથી ધંધાર્થીઓ પણ ભારે હાલાકી વેઠી રહ્યાં છે, વૃદ્ધ લોકો તેમજ મહિલાઓ ખરીદી કરવા જવું હોય તો ક્યાં ચાલવું તે એક મોટો સવાલ બની ગયો છે, આ વિસ્તારના લોકો આ રોડ રસ્તાનું સમારકામ તાકીદે થાય તો લોકોની મુશ્કેલી દૂર થશે તેમ આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું
વિનોદ મકવાણા, જૂનાગઢ