જૂનાગઢ મનપા દ્વારા ગત તારીખ 16 જુનના મજેવડી દરવાજે એક દરગાહ પર દરગાહના આધાર પુરાવા રજુ કરવા નોટિસ ચોટાડવામાં આવેલ, જેના વિરોધ્ધમાં દરગાહ ખાતે મુસ્લીમ સમાજ ટોળા સ્વરૂપે વિરોધ્ધ નોંધાવવા એકઠા થયેલ હતા. તે વખતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ લોકોને સમજાવવા અને ટોળાને વિખેરવા કાયદો હાથમાં ન લેવા સમજાવતા ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પોલીસ અધિકારીઓ , કર્મચારીઓ અને પોલીસના સરકારી અને ખાનગી વાહનોને ટાર્ગેટ કરી પથ્થરમારો કરેલ. આ બનાવમાં પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતા બનાવ પુર્વ આયોજીત હોવાનું બહાર આવેલ અને મુખ્ય કાવત્રાખોર ધરપકડ ટાળવા નાસી જતા કોર્ટમાંથી વોરન્ટ મેળવવામાં આવેલ, ત્યારબાદ નાસતા ફરતા મુખ્ય કાવત્રાખોર અદ્રેમાન પંજા શહેરના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં છુપાયેલ હોવાની જાણકારી મળતા પોલીસે અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી
વિનોદ મકવાણા, જૂનાગઢ