જૂનાગઢના ભેસાણના ચણાકા ગામે સસરાએ પુત્રવધૂની હત્યા કરી લાશને પંખા સાથે ટીંગાડી દઇ હત્યાને આત્મ હત્યામાં ખપાવી દેવાના પ્રયત્નો પોલીસે નિષ્ફળ બનાવી ભેસાણ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચણાકા ગામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા., આરોપીના દીકરા જયેશ માંડવીયાના મૃત્યુ બાદ તેમની વિમાની રકમ 10 લાખ તેના પત્ની રસીલાબેનને મળી હતી અને રસીલાબેન ગામના ખેડૂત ભાવેશ ડોબરીયાની વાડીએ કામે જતા અને ભાવેશ ડોબરીયા પાછળ તે 10 લાખ રૂપિયા વાપરી નાખશે તેવી શંકા રાખી રાત્રિના સમયે આરોપી સસરા શંભુ માંડવીયા અને તેના મિત્ર દુર્લભ વઘાસીયા બંને જણાએ રસીલાબેન માથાના લાકડી મારી ગળે ટૂંપો આપી હત્યા કરી ચુંદડી બાંધી લાશને પંખે દીધેલ હતી
નત્યારબાદ આરોપી સસરા શંભુ માંડવીયાએ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ મૃતક રસીલાબેનના ભાઈ રમેશ લાખાણીએ મૃતદેહને જામનગર પીએમ કરવાનું કહ્યું હતું. અને ત્યાં પીએમ રિપોર્ટમાં રસિલા બેનને માથાના ભાગે ઇજા કરાય છે અને ગળે ટુપો દઈ હત્યા કરવામાં આવી છે તેઓ ખુલાસો થયો હતો. મૃતક રસીલાબેન ના ભાઈએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં સસરા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે મૃતક રસીલાબેનના સસરા શંભુ માંડવીયા અને તેના મિત્ર દુર્લભ વઘાસીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વિનોદ મકવાણા, જૂનાગઢ