જૂનાગઢ જિલ્લાના ગીર સાસણમાં આજ રોજ 16 તારીખથી સિંહ દર્શન ખુલતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, પ્રવાસીઓને સિંહ દર્શન માટે 100 થી વધુ નવી જીપ્સી સરકારની ગાઈડ લાઈન મુજબ મુકવામાં આવી છે,દર વર્ષે ૧૬ જૂન થી ૧૫ ઓકટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે તેમજ ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને લઈને પ્રવાસીઓ પ્રવેશ બંધી હોઈ છે , આજે વહેલી સવારના નવા આરામદાયક વાહનોમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે ડી એફ ઓ મોહન રામે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું
વિનોદ મકવાણા, જૂનાગઢ