જૂનાગઢ પાસેના ઇવનગર ગામે રહેતી દક્ષાબેન બામણીયા નામની એક મહિલાનો વહેલી સવારના લોહીથી ખરડાયેલ મૃતદેહ મળી આવ્યો હતો, તેમજ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો, જેમાંમહિલાને માથાના ભાગે લોખંડની કોઈ વસ્તુ મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તેમજ મૃતક મહિલા પોતાના સંતાનો સાથે ઈવનગરમાં રહેતી હતી જ્યારે મૃતક મહિલાનો પતિ મજૂરી કામ અર્થે બહાર હોવાનું જણાવવામાં આવ્યું હતું જેથી હાલ જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ