ડીસા તાલુકાના જુનાડીસા ગામે પ્રાણી સંગ્રહાલય માટે ફાળવવામાં આવેલી આશરે ૪૫૦ વીઘા જમીન પર દબાણ દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહી છે. સરકારે ફાળવેલી આ જમીન પરના ખેતીની જમીનના દબાણો દૂર કર્યા બાદ ટૂંક સમયમાં રહેણાક વિસ્તારોના દબાણો પણ દૂર કરાશે, તેમ ડીસા મામલતદારે જણાવ્યું હતું. જો કે, આ કાર્યવાહીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘરવિહોણા બનતાં અનેક સવાલો ઉભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી આખરી નોટિસ આપ્યા બાદ કરવામાં આવી રહી છે.