કેશોદ શહેરનાં માંગરોળ રોડ પર આવેલા શરદચોક વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલા સાથે દારૂડિયો અડપલાં કરતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રીજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન કાઢવામાં આવતાં માંગરોળ રોડ પર વાહનોની અવરજવર વધારે હોય છે ત્યારે ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ જતાં માખીઓ મચ્છરનો ત્રાસ વધી જતાં નધણિયાતા રખડતાં ભટકતાં પશુઓ આખલાઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવી બેસી જાય છે ત્યારે એક શખ્સ દારૂનાં નશામાં ધૂત થઈ આખલા સાથે અડપલા કરી રહ્યો હતો સદનસીબે કોઈ આકસ્મિક ઘટના બની હતી નહીં. કેશોદના લોકો આ તમાશો જોઈ રહ્યા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ દારૂનાં નશામાં ધૂત થઈ આખલા સાથે અડપલા કરતો શખ્સ છાશવારે વગર પાસ પરમીટે કેફી પીણું પીવાનાં ગુનામાં પકડાયેલ છે કે નહી ત્યારે નશો કરવાની આદતથી મજબુર હોય ત્યારે કોઈ પ્રકારની આકસ્મિક ઘટના બનશે તો નવાઈ નહીં રહે..
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ