જુનાગઢનો આંબાવાડી વિસ્તાર હીરા ઉદ્યોગ માટે ધમધમતું કેન્દ્ર ગણાય છે પરંતુ ગત જન્માષ્ટમી બાદ અહીંના હીરા ઉદ્યોગ પર મંદીનો માહોલ સર્જાતા રત્ન કલાકારોની સ્થિતિ ભારે કફોડી બની છે. તેમજ ગત વર્ષની સરખામણીએ મોટા ભાગના હીરા ઉદ્યોગના યુનિટો બંધ થવાની હાલતમાં જોવા મળી રહ્યા છે, સામાન્ય રીતે હીરાના કારીગરો રોજના 500 થી પણ વધુ રૂપિયા કમાતા હોઈ છે ત્યારે હાલ રત્નકલાકારોને 250 થી 300 રૂપિયા પ્રતિદિન મળી રહ્યા છે એક સમયે જૂનાગઢમાં 300 થી વધુ હીરાના નાના મોટા યુનિટો ધમધમતા હતા જે આજે 150 ની આસપાસ જ ચાલી રહ્યા છે તેમજ મહત્વનું છે કે આર્થિક દ્રષ્ટિકોણથી અન્ય શહેરોની તુલનામાં જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી તેમજ હીરા ઉદ્યોગ અનેક કારીગરો માટે આશીર્વાદરૂપ છે. ત્યારે રત્ન કલાકારો દ્વારા માંગ કરાઇ હતી કે આ દિશામાં સરકાર કોઈ કારીગરોના હિતમાં પગલાં લે અને જૂનાગઢના મરણ પથારીએ પડેલા હીરા ઉદ્યોગને ફરી જીવંત રાખવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે.
વિનોદ મકવાણા, જૂનાગઢ