કેશોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત ચારેક બહુમાળી બિલ્ડીંગો જર્જરિત હાલતમાં હોય કેશોદ શહેરનાં શરદચોક વિસ્તારમાં આવેલ બિલ્ડીંગ માં પીઓપીની છત તોડી પોપડા પડ્યા હતા ત્યારે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નહોતી. કેશોદ નગરપાલિકા નાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ને ચોમાસાં પહેલાં જ દુકાનદારો એ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ સત્તાધિશો નાં પેટનું પાણી હાલતું નથી. કેશોદના માંગરોળ રોડ શરદચોક વિસ્તારમાં સરઘસ શોભાયાત્રા વરઘોડો ડી જે નાં સથવારે પસાર થાય ત્યારે કાંકરીઓ ખરવા લાગે છે ત્યારે દુકાનદારોને બહાર નીકળી જવું પડે છે. કેશોદ નગરપાલિકા દ્વારા દુકાનદારો પાસેથી વેરો અને ભાડું વસુલવામાં પાછી પાની કરવામાં આવતી નથી ત્યારે જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડીંગ ની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવેછે
રિપોર્ટર – દિનેશ મહિડા કેશોદ જુનાગઢ