જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા બેકાબુ બની છે ,શહેરના આઝાદ ચોકથી લઈ તળાવ દરવાજા રેલવે ફાટક, જોશીપુરા અને બસ સ્ટેન્ડ રેલવે ફાટક તેમજ ભૂતનાથ મંદિર ફાટક પર ટ્રેન નીકળવાના સમયે બંધ ફાટક પર કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો રોંગ સાઈડમાં ઉભા રાખતા હોવાથી અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે જે ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે નવતર અભિગમ અપનાવી સફેદ પટ્ટાઓ દોરી વાહનચાલકોની સાઈડ નક્કી કરી છે જે કોઈ વાહન ચાલક રેલવે ફાટક ખુલે ત્યારે રોંગ સાઈડમાં વાહન ચલાવશે તો પોલીસ તેની સામેં દંડનીય કાર્યવાહી કરશે તેમજ દર રવિવારે ભરાતી રવિવારી બજારમાં પણ સફેદ પટ્ટાઓ દોરી ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ પ્રયત્ન કરી રહી છે
વિનોદ મકવાણા, જૂનાગઢ