ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપે ઉજવાતો હિંદુઓના પવિત્ર તહેવારોનો એક તહેવાર રક્ષાબંધનનો તહેવાર નજીલ આવતા શહેરના પંચહાટડી અને આઝાદ ચોક વિસ્તારમાં રાખડીઓના સ્ટોલ તેમજ દુકાન ઉપર અવનવી ડિઝાઈનવાળી રાખડીઓ ઉપલબ્ધ કરાઈ છે હાલ ડાયમંડ ઝડિત રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે,હાલ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપે ભાઈના હાથે રાખડી બાંધવા બહેનો અવનવી રાખડીઓની ખરીદી કરવા નીકળતા રાખડી બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે
વિનોદ મકવાણા, જૂનાગઢ