જુનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમા અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જે ક્યારેક કોઈના મોતનું પણ કારણ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે મનપા તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે અને શા માટે ઢીલી નીતિ રાખી કોઈ નક્કર પરિણામલક્ષી કામગિરી નથી કરતું તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. નવાબી શહેર તરીકે ઓળખાતા જુનાગઢમાં 100 વર્ષથી કરતા પણ વધુ જૂની નવાબી કાળની ઈમારતો આવેલી છે જેમાં અનેક ઈમારત અતિ જર્જરિત થઇ ગયેલ હાલતમાં છે, આવી ઇમારતોને તંત્ર માત્ર નોટીસ આપીને સંતોષ માની રહ્યું છે આવી રહ્યો છે. જુનાગઢમાં અનેક ઈમારતો મોત બની ઝઝુંબી રહી છે અને ક્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોવાતી હોય તેવી સ્થિતિ સર્જાણી છે, ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશયી થવાની શક્યતાઓ વધૂ છે ત્યારે મનપાએ આવી 20 થી વધુ ઈમારતોનો સર્વે કરી તેને ઉતારી લેવા મકાન માલિકને જાણ કરી દેવામાં આવી છે. આ મુદ્દે મેયરે જણાવ્યું કે 40થી વધુ ઈમારતોને નોટીસ આપવામાં આવી છે જ્યારે 20 જેટલી ઈમારતોને ચોમાસા પહેલા ઉતારી લેવા પણ સૂચના આપવામાં આવી છે
વિનોદ મકવાણા, જૂનાગઢ