જુનાગઢમાં સફાઈ કામદારો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કામદારોના વિવિધ પ્રકારના પ્રશ્ર્નો લઇને એક વિસ્તૃત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં દર્શાવેલ પ્રશ્ર્નોનું બે દિવસમાં નિરાકરણ નહી આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે તેમ આવેદનપત્ર દરમિયાન સફાઈ કામદારોના અગ્રણીઓએ જણાવ્યું હતું