જુનાગઢમાં ભાજપ દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા, સંગઠન પ્રભારી નીમુબેન બાંભણીયા શહેર અધ્યક્ષ પુનિત શર્માની ઉપસ્થિતીમાં મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે ભાજપ રાષ્ટ્રીય સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં ૨૧ થી ૩૧ ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ૨૫ ઓગસ્ટ થી શરૂ થયેલ આ અભિયાન ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ચાલશે જેનાં ભાગરૂપે જુનાગઢ ખાતે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત દરેક કાર્યકરો ઘર ઘર સુધી પહોચી લોકશાહીનાં પર્વમાં મતદાન થી વંચિત નાં રહે તેવી ભાવના સાથે જે નવાં મતદાતાઓ છે તે મતદાન કરી શકે જે મતદાર યાદી માં મતદાતાઓનાં નામોમાં ભુલ હોય તો સુધારો કરવો અને સ્થળ પર જ ફોર્મ ૬,૭ અને ૮ ભરાવવા જેવી કામગીરી કાર્યકરો દ્વારા કરવામાં આવશે.
વિનોદ મકવાણા, જૂનાગઢ