વન વિભાગના અધિકારીઓ ખેડૂતોને કનડગત કરતા અને ખેડૂતોને ત્રાસજનક સ્થિતિમાં મુક્તા હોવાના આક્ષેપો સાથે સીસીએફને ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે વન વિભાગ સંરક્ષણને ખેડૂત બંને એકબીજાના પર્યાય છે ત્યારે ખેડૂત વગર વન સંરક્ષણ વન્યજીવોનું સંવર્ધન શક્ય નથી ત્યારે જે વન વિભાગના કાયદાના અર્થઘટન કરીને ખેડૂતો ઉપર અત્યાચાર આચરવામાં આવે છે તેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સીસીએફને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વન સંરક્ષણને વન્યજીવોના સંરક્ષણ માટે સરકારની જે ગ્રાન્ટ આવે છે તે સમયસર યોગ્ય ઉપયોગ ના થવાથી વન્ય પ્રાણીઓ ખેડૂતોના ખેતરમાં આવે છે અને પાક,માલ ,ઢોર અને માનવ જીવને નુકસાની પહોંચાડે છે તેમજ ખેડૂત પર ભૂંડ કે અન્ય પ્રાણી ખેતરમાં મૃત્યુ પામે તેની સામે એફઆઇઆર કરવામાં આવે છે તે ફરિયાદો રદ કરી કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘે માગણી કરી હતી
વિનોદ મકવાણા ,જૂનાગઢ