જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય દીનદયાળ ભવન ખાતે શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અને જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ ડો. ભાગવત કરાડની ઉપસ્થિતીમાં ભાજપ શહેર મિડીયા વિભાગ તેમજ સોશ્યલ મિડિયાનાં સંયુક્ત ઉપક્રમે શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ મંત્રી ઝવેર ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, શહેર અધ્યક્ષ પુનિત શર્મા સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કેન્દ્રીય મંત્રીએ મીડિયાને જણાવ્યું કે પ્રધાનમંત્રી કલ્યાણકારીની વિવિધ યોજનાઓ માટે છેવાડાના માનવી વધુમાં વધુ લાભ લઇ શકે તેવાં પ્રયાસો મિડિયા વિભાગ અને સોશ્યલ મિડિયા તેમજ દરેક કાર્યકરોએ લોક સંપર્ક કરી અને લોકો સુધી માહીતી પહોંચાડવી પડશે અને લાભાર્થીઓ આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ શકે તે માટે તેમને દરેક પ્રકારે મદદરૂપ થઇ લાભ અપાવવા પડશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કામોની જાણકારી પણ લોકો સુધી પહોચાડવી પાર્ટીનાં કાર્યકરની ફરજ છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ