જુનાગઢમાં વરસાદે તારાજી વેર્યા બાદ વધુ એક દુર્ઘટના સર્જાતા 4 લોકો મોતને ભેટ્યા હતા, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી બનતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે, કાટમાળમાં દટાયેલા તમામના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા હતા,આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે જૂનાગઢ મનપા તંત્ર જાગશે કે પછી નિર્દોષ લોકોનો ભોગ લેવાતો જ રહેશે
વિનોદ મકવાણા, જૂનાગઢ