જુનાગઢમાં કમોસમી વરસાદને લઈ કેરીના પાકને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.. કેરીના બોક્સના ભાવમાં 200,થી 300 રૂપિયાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે. આમ, કમોસમી વરસાદે કિસાનોને રડાવ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં પડેલા 15000 બોક્ષ વરસાદમાં ભીના થઇ ગયા છે. હાલ કેરીની મોસમ પૂરબહારમાં છે ત્યારે જ વરસાદ ખાબકતા કિસાનો પર માઠી અસર વર્તાઈ રહી છે. રાતે જ વરસાદ શરૂ થઈ જતા માર્કેટિંગ યાર્ડમાં બહાર ખુલ્લામાં પડેલા ખોખાઓ પલળી ગયા હતા. ખેડૂતોને સમયસર સુરક્ષિત સ્થાને મૂકવાનો સમય પણ ન રહેતા કિસાનોની મહેનત પર પાણી ફરી વળ્યા હતા.
વિનોદ મકવાણા ,જૂનાગઢ