જુનાગઢના સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા મનપા કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી કે જુનાગઢના મધુરમ વિસ્તારમાં ડો.બાબાસાહેબની પ્રતિમા દૂર કરવા એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરેલ છે આ વિસ્તારમાં અનુસુચિત જાતિ સમાજના લોકોની વસ્તી લગભગ 99% છે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આબેડકર ભારતમાં રહેતા દરેક લોકો માટે પ્રેરણાદાયી વ્યકતી છે હાલ જે અરજી કર્તા છે તેઓ કોઇ દોરવણી કે અંગત સ્વાર્થ અથવા જાતિગત દુર્ભાવનાથી પિડિત હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે પ્રતિમા જે સ્થળે આવેલ છે તે કોઇ જાહેર માર્ગ નથી સોસાયટીનો રસ્તો છે આટલા વર્ષોથી બધાજ હળી મળીને રહે છે. જેથી આ બાબતને ગંભિરતા પુર્વક લેવામા આવે તે ખુબજ જરુરી છે. સમસ્ત અનુસુચિત જાતિ પરિવાર માટે આ એક સંવેદનશિલ બાબત હોય યોગ્ય કરવા રજુઆત કરાઈ હતી