જિલ્લાભરમાં આવા અનેક ગાંજાના વાવેતરો ઝડપાયા છે ત્યારે આજે વધુ એક ચોટીલાના ભોજપરી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું હતું તેમજ આ વાવેતર અંગે સુરેન્દ્રનગર જિલ્લા S.O.G.ટીમે મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જેમાં 71 જેટલા ગાંજાના છોડ વાવેતર કરેલ એસ.ઓ.જી.ટીમને મળી આવતા 7 કિલો 470 ગ્રામ જેટલા ગાંજાના છોડ S.O.G.ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 74,700 ના મુદામાલ સાથે ભોજપરી ગામના રહીશ દિનેશભાઇ કેહાભાઈ મકવાણાને પણ પકડવામાં આવ્યો હતો. તેમજ S.O.G.ટીમે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ નાની મોલડી પોલીસને સોંપવામાં આવી હતી.
વિક્રમસિંહ જાડેજા