જામનગર શહેરમાં નવરાત્રિના પ્રારંભ સાથે આદ્યશકિતની આરાધનના પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચિન ગરબીની જમાવટ જામી છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિમાં યુવકો દ્વારા તલવાર રાસ તથા મશાલ રાસ અને સળગતા અંગારાનો અદભુત રાસ રજૂ કર્યો હતો. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. અહીં યોજાતા આ રાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. રાત્રિના સમયે સળગતા અંગારા વચ્ચે યોજાતો મસાલ રાસ અદભૂત લાગે
રિપોર્ટર સંજય મર્દનીયા, જામનગર