અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ખુશીનો મહોલ છવાયો છે. ત્યારે જામનગર મિઠાઇના વેપારી શીખંડ સ્રમાટ વારા હિતેષ ચોટાઈએ અનોખી રીતે ખુશી વ્યક્ત કરી હતી. જેમાં આજના પાવન દિવસે શહેરીજનો પૈડા આપીને મિઠાસ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી છે. જ્યારે આજના ખાસ આ દિવસ માટે હિતેષ ચોટાઇ દ્વારા વિશેષ પૈડા તૈયાર કરવામા આવ્યા છે. ત્યારે જય શ્રી રામ લખેલા આશરે 300 કિલો પૈડાને આજે વિત્તરણ કરવામા આવ્યા છે અને રામભકતોને પ્રસાદ રુપે આ પૈડા વિતરણ કરવામાં આવ્યા હતા.