જામનગરમાં ખોડિયાર કોલોની નીલકમલ સોસાયટી પાછળના ભાગમાં આવેલી આશાપુરા સોસાયટીમાં ચારણ સમાજનું શ્રી વચ્છરાજ દાદાનું દાયકાઓ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરે 40 વર્ષથી દર વર્ષે શ્રી વચ્છરાજ દાદાની જાતરનો ધર્મોત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દર વર્ષે નવરાત્રિના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ નૂતન ધ્વજારોહણ, પારંપરિક ચારણની રમતો અને રાસ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું. અઢારેય વરણના શ્રધ્ધાળુ ભાવિકો ભક્તિ શ્રી વચ્છરાજ દાદાની ભક્તિ કરે છે તે તમામ ભાવિકો પણ આ ધર્મ ઉત્સવમાં જોડાયા છે
રિપોર્ટર સંજય મર્દનીયા, જામનગર