જામનગર જિલ્લામાં તણાવની સ્થિતિને લઈ એલર્ટ જાહેર કરાયું છે. એરફોર્સ દ્વારા વોર્નિગ અપાયા બાદ સાયરન વગાડવામાં આવી હતી.લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા અપીલ કરાઇ છે.. વેપારીઓને પણ તેમના ધંધા-રોજગાર આજનો દિવસ બંધ રાખવા માટે અપીલ કરાઇ છે. જાહેર સ્થળોએ ન ફરવા તેમજ આશ્રય ન લેવાની સલાહ અપાઇ છે. વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે સવા બે વાગ્યાનું વોર્નિંગ સાયરન વગાડવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કલેક્ટરે કહ્યુ હતું કે કોઇપણ ને ગભરાવવાની સહેજપણ જરૂર નથી, વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે લોકો અફવાઓથી દોરવાય નહીં, અને સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -