જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં ડોક્ટર જગદીશભાઈ કોઠિયાના કાકા સ્વ. રવજીભાઈ કોઠિયાની પાવન સ્મૃતિ તેમજ જગદીશભાઈના દિકરાના જન્મદિવસ નિમિત્તે આજરોજ શ્રી બાલકૃષ્ણ વિધાલય ખાતે વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું કરવામાં આવ્યુ હતું. આ કેમ્પને સવારે દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો..આ કેમ્પમાં મગજ,મણકાના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વસોયા, ફેકચર તેમજ સાંધાના નિષ્ણાંત ડો. દુધાગરા, હ્રદય રોગ,મગજનો તાવ, થાઈરોડના નિષ્ણાત ડો. બરોચિયા, બાળરોગ નિષ્ણાત ડો. પાગડાર, સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર વૈશ્ર્નાણી, કાન નાક ગળાના સર્જન એવા ડો. કોડીનારીયા,ચામડીના રોગના નિષ્ણાત ડો. થાનકી, દાંત રોગના નિષ્ણાત ડો. પાગડાર સહિતના ડોક્ટરો પોતાની સેવા આપી હતી.. આ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી. આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં લોકોમાં લોકો લીધો હતો.અને કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર જગદીશ કોઠિયાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર