જામનગરમા લાયસન્સ માટે લેવામાં આવતી કોમ્પ્યુટરની પરીક્ષાની કામગીરી દરમિયાન સર્વર ઠપ્પ થઈ ગયું હતું ઓનલાઇન સર્વરમા ખામી સર્જાતા કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી સવારે 10 વાગ્યાંથી મોટી સંખ્યામા યુવાનો લાઈનમા ઉભા રહ્યા હતા ચાર કલાક સુધી ઉમેદવારો હેરાન થયાં હતા કલાકો સુધી સર્વર ઠપ્પ રહેતા બહારગામથી આવેલા યુવાનો પરેશાન થયાં હતા ઉપરથી ટેક્નિકલ ખામી હોવાનું કહી પ્રિન્સિપાલે હાથ ખંખેરી લીધા હતા