જામનગરમાં મહિન્દ્રા કારના શો રૂમમાં તોડફોડની ઘટના સામે આવી છે. હાપામાં આવેલા મહિન્દ્રા કારના શો રૂમમાં મોડી રાત્રે તોડફોડની ઘટના સર્જાઇ હતી. જેમાં બે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. બાઈક પર આવેલા બે શખ્સોએ નવી કારની માંગણી કરીને તોડફોડ કરી હતી. અત્યારે જ મારે સ્કોર્પિયો કાર જોઈએ છે તેમ કહી સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. શો રૂમના મેનેજર અને સિક્યોરિટી ગાર્ડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હરપાલસિંહ મહીપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા ઝાલા નામના બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં હાપામાં આવેલા મહિન્દ્રા કારના શો રૂમમાં મોડી રાત્રે સર્જાઇ તોડફોડની ઘટના
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -