જામનગરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. અમદાવાદથી 20 જેટલી એમ્બ્યુલન્સ જામનગર પહોંચી ગઈ છે, જેમને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, જામનગર શહેરમાં પહેલાથી જ 21થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે કટોકટીના સમયે તાત્કાલિક સેવાઓ પૂરી પાડશે.