જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં લોકોએ રકતદાન કર્યું હતું મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.દિપક તિવારીએ ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ