રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની પાછળ રહેતા અને ધોરણ છમાં અભ્યાસ કરનારા તેમજ હાલ ધ્રોલ ખાતે દર શનિવારે તેમજ રવિવારે શિક્ષક રાજેન્દ્ર બારૈયા પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરનારા વિદ્યાર્થીનું વહેલી સવારે મૃત્યું નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા તાત્કાલિક અસરથી સવારના 4:30 વાગ્યાના અરસામાં તેને ધ્રોલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનો સુગર લેવલ 448 જેટલું આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ ધ્રોલ સારવાર આપ્યા બાદ બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાનું કહેવામાં આવતા બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઇમર્જન્સી વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પરના હાજર તબીબ તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો.
.