જામનગર જિલ્લાના જામજોધપુર સર્વ જ્ઞાતિ દ્વારા સગર સમાજના શહિદ વીર દિલીપભાઈ સોલંકી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તાજેતરમાં દેવભૂમી દ્વારકા જિલ્લા ના નાનકડા એવા ઝારેરા ગામ ના વતની શહિદ વીર દિલીપભાઈ સોલંકી(સગર) કે જે ઇન્ડિયન આર્મી માં કોબ્રા કમાન્ડો હતા. જે ગત તારીખ-૨૭ સપ્ટેમ્બર ના રોજ દેશ ની રક્ષા કાજે શહીદ થયા અને સમગ્ર સૌરાષ્ટ્ર માંથી આ એક માત્ર વીર , કોબ્રા કમાન્ડો ની પોસ્ટ માં હતા તેમને શ્રદ્ધાંજલિ આપતા માટે સગર સમાજની વાડી ખાતે દીપ શ્રધાંજલિ કાર્યકમ રાખવામાં આવ્યો. જેમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, શહેર ભાજમ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયા, તથા શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોના સગર સમાજના અગ્રણીઓ તથા સગર સમાજ ભાઈ બહેનો મોટી સંખ્યામા ઉપસ્થીત રહેલ હતા
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર