27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧કરોડથી વધુ કિંમતની જમીન પર ફર્યું દાદાનુ બુલડોઝર


જામનગરના લાલપુર તાલુકાના જોગવડ ગામે તંત્ર દ્વારા ૭૧૫ ચો.મી. જગ્યા પરનું અનધિકૃત દબાણ દૂર કરી રૂ.૧કરોડથી વધુ કિંમતની જમીન ખુલી કરવામાં આવી છે.. જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧ કરોડ ૧૪ લાખ ૪૦ હજાર જેટલી થાય છે. આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -