જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વડોદરાનો હિતેશ મિસ્ત્રી હોવાનું ખુલ્લું હતું ચાલુ ટ્રેને કોઈ બાબતે બબાલ થતાં યુવકને ચાલુ ટ્રેન ફેંકી દીધો હોવાથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે યુવકને ગુલાબનગર બ્રિજ નીચે ફેકી દીધો હતો આ હત્યાના બનાવ અંગે પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી બે આરોપીને ઝડપી લીધા છે