જામનગરના કાલાવડ શહેરમાં જૈન સમાજ દ્રારા છરી પાલક સંઘ નીકળ્યો હતો. જામનગર થી જૂનાગઢ તરફ જઈ રહેલ છરી પાલક સંઘ અને છરી પાલક સંઘ સાથે જૈન મુનીઓ અને જેન મહાસતીઓ પણ સાથે જોડાયા હતા. પગપાળા સંધમાં પાલિતાણાના જૈનસંત લલિત શેખર મહારાજ તથા હેમપ્રભુ મહારાજ ખાસ જોડાયા હતા. સંઘમાં મોટી સંખ્યામાં જૈન સાધુ સાથે જૈન સમાજ ના લોકો પણ પગપાલા જામનગર થી જૂનાગઢ જવાના છે. આ આવતા સંઘના સ્વાગત અને આવકારવા માટે કાલાવડના વિસા શ્રીમાળી, દશા શ્રીમાળી અને સુખડીયા જૈન સમાજ લોકો ઉપસ્થિત રહ્ય.આ સંઘ માં હાથી ,ઘોડા ગાડી,બળદ ગાડા જોડાયા હતા. સાથે શહેરના મુખ્ય માર્ગો માંથી સંઘ પસાર થયો હતો. સમગ્ર શહેરમાં અનેક જગ્યા એ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું
જામનગરના કાલાવડ શહેરમાં જૈન સમાજ દ્રારા છરી પાલક સંઘ નીકળ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -