જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્યવિસ્તારોમાં સુપડધાર વરસાદ આવ્યો હતો. જેમાં કાલાવડ તાલુકા ટોડા માં 14 ઈંચ, બામણગામ માં 12 ઈંચ ,ભંગડામાં 10 ઈંચ ,નવાગામ 8 ઈંચ, માછરડા 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ધોધમાર વરસાદ ના કારણે ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત બામણગામ, ટોડા, માછરડા, ભંગડાના ગામમાં નદી જોવા મળી હતી તેમજ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા નદી નાળા છલકાતા તમામ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો તેમજ જાહેર માર્ગો અને ખેતર જવાના રસ્તે પાણી જોવા મળ્યા હતા તો બીજી બાજુ લંબુકિયા ભાડુકીયાની સ્થાનિક નદીમાં પુર આવતાં કાલાવડ લંબુકિયા ભાડુકીયા નો રસ્તો પણ બંધ થયો હતો..
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર