જામનગર જિલ્લાના કાલાવડમાં ભાજપના નગરસેવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે નગરસેવક સદામ બારાડી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેના ફુટેજ સામે આવ્યા છે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા ત્યારે હુમલો થયો હતો જુની પારિવારીક અદાવતમાં જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો હતો નગરસેવકને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જુનેડ રાવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે થોડા સમય પહેલા પીજીવીસીએલના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે કાલાવડ પોલીસે તપાસ શરૂ કરી છે