જામનગર જિલ્લા ના કાલાવડ ના નવારણુજામાં રામદેવજી મહારાજ નું મંદિર આવેલ છે..રણુજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામાપીર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું આજે અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરના મંદિરે વિશેષ અન્નકૂટ કરવામાં આવ્યો હતો
દર્શનનું આયોજન કરાયુ હતું. આ ધાર્મિક દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા પહોંચ્યા. જેમાં ખાસ કરીને અષાઢી બીજ નું અનેરૂ મહત્વ હોય છે. ભક્તો આજ થી બાર બીજ ની માનતા રાખતાં હોય છે.. જયારે આજે બીજ ના દિવસે બાવન ગજ ની ધ્વજારોહણ અને રામપીરના પાઠ કરવામા આવે છે… આ રામદેવ પીર ના મંદિરમાં 24 કલાક ના અન્નશ્રેત્ર ચાલે છે. અને લોકો દૂર દૂર થી ચાલીને માનતા પુરી કરવા રણુંજા પોહચે છે.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર