જામજોધપુરમાં માતાજીના નવલા નોરતાના છઠ્ઠા નોરતે શ્રી આશાપુરા ગરબી મંડળ ખાતે ખૈલેયાઓએ સળગતી મશાલ રાસ રજૂ કર્યો હતો આ ગરબી છેલ્લા સાત દાયકા થી થાય છે તેમજ આ ગરબીનો પ્રાચીન મણિયારો રાસ ખુબ જ વખણાય છે આ સાથે આ મણિયારો રાસ જિલ્લા કક્ષાએ દર વર્ષે પ્રથમ આવે છે તેમજ વેશભૂષા રાસ ,દાંડીયા રાસ સહિતના રાસોની યુવાનોએ ગઈકાલે રમઝટ બોલાવી હતી જેમાં ખાસ કરીને સળગતી મશાલનો રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તેમજ આ રસ જોવા બહોળી સંખ્યામાં શહેરીજનો આ રાસ ને જોવા ઉમટ્યા હતા ,
રિપોર્ટર ; દર્શન મકવાણા જામજોધપુર