જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં એક અસામાન્ય ઘટના બની હતી જ્યાં લગ્ન પ્રસંગમાં વાગી રહેલા બેન્ડ-વાજાના અવાજથી ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા અમૃતભાઈ મૂળજીભાઈ પંડિત નામના 52 વર્ષીય પ્રૌઢને ઢીંકે ચડાવ્યા હતા. આ ઘટના ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અમૃતભાઈ પોતાના ઘર પાસે ખાટલા પર બેઠા હતા. મૂળ સડોદરના વતની અને હાલ સુરત રહેતા અમૃતભાઈ ગામમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બેન્ડવાજાના અવાજથી ગુસ્સે ભરાયેલા આખલાએ સીધો ખાટલા પર હુમલો કર્યો હતો, જેના કારણે અમૃતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -